જયારે હું દરરોજ શાળાના વર્ગોમાં ચાલું છું, ત્યારે હું સાંભળું છું ઊંડા અને હોશિયાર મગજોના રણકાર, હોશિયાર અને વિજયી રમતવીરોની અઘિરાઈ, નૃત્યકારોના પગલાઓના અવાજો અને સુંદર- સંગીતમય અવાજો, ચિરસ્થાયી શકિત, હલનચલન અને ઉત્ત્સાહો દેખાય છે. અમારી આ શાળા અલગ જ છે.
જયોતથી જયોત સળગાવોના સિદ્ઘાંત મુજબ જ અમારુ લક્ષ્ય બાળકોમાં જ્ઞાનની રોપણી કરવી માત્ર નહીં પરંતુ જ્ઞાનને તેમના વ્યકિતત્ત્વ ઘડતર, ડહાપણ અને અનુંકંપામાં વહેંચવું. આપણે જુદી-જુદી જાતિઓ ઘરાવતા દેશમાં રહીએ છીએ, તેથી આપણે બીજાની જાતિ-ઘર્મનો આદર અને સન્માન આપવાનું મહત્ત્વ આપણા બાળકોને શીખવવું જોઈએ. શિસ્ત, મહત્વકાંક્ષા અને પ્રમાણિકતા એ શાળાના લક્ષણો હોવા જોઈએ.
બીજી બાજુ, શાળા બાળકોને નૃત્ય, કળા, નાટક અને ખેલકૂદ કે સામાજીક કાર્યો જેવી પ્રવૃતિઓમાં ભાગ લેવા માટે પ્રોત્ત્સાહિત કરે છે. આ બઘી બાબતો બાળકોના સંપૂર્ણ વિકાસ અને તેમના મનની મજબૂતાઈ માટે ખૂબ જ મહત્ત્વન બાળકોની આંતરીક અને બાહ્ય વ્યકિતત્ત્વ ઘડવું એ આપણું પહેલું લક્ષ્ય અને સફળતા માટે પ્રોત્ત્સાહિત કરતા રહેવું એ ઘણું મહત્ત્વનું છે. અમને જુદી-જુદી પ્રવૃત્તિઓ વડે બાળકોનું વ્યકિતત્ત્વ ઘડતરની ખૂબ જ કદર છે.
એક શાળા તરીકે આપણે તેમનું આ બઘી બાબતોમાં ધ્યાન દોરવાનું છે. આ બઘા પ્રશ્નોને આપણે ધ્યાન રાખી આપણી શૈક્ષણિક પ્રવિઘિ અને કાર્યોને વર્તમાન ઘોરણોને જોઈને બદલવી જોઈએ. આપણે આજની દુનિયામાં આ વિદ્યાર્થીઓના મનમાં સ્માર્ટ બોર્ડ, ટેબ્લેટ્સ, કોમ્પ્યુટરર્સ અને મોબાઈલ/સ્માર્ટ ફોન જેવા આઘુનિક ટેકનોલોજીના ઉપકરણો આપણી ભણાવવાની પદ્ઘતિઓમાં ઊમેરવા જોઈએ.
આપણું લક્ષ્ય આપણે હંમેશા શું કરવાનું છે? એ હોવું જોઈએ. શાળાનો વિકાસ કરવાનો, બાળકોને બઘા જ ગુણોનો અભ્યાસ કરાવવાનો, બાળકોને શ્રેષ્ઠ અભ્યાસ માટે સારામાં સારી શ્રેષ્ઠ તકો પૂરી પાડવાની છે. આપણું ધ્યેય , ભારતના બઘા જ નાગરીકોને આત્મવિશ્વાસી, હોશિયાર અને આત્મનિર્ભર બનાવવાનું છે કે જે દુનિયામાં આપણને ગર્વની અનુભૂતિ કરાવશે.
શ્રી જયેશભાઈ ઘનજીભાઈ પટેલ