મર્હુમ શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર ટ્રસ્ટના ટ્રસ્ટડીડ ની જોગવાઈ હેઠળ તત્કાલીન મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ગોપાળજીપી. ઉમરીગરા ના વરદ હસ્તે તા. 31-3-1991 રોજ સૂચિત શાળાનું ભૂમિ પૂજન કરી સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો. જુન 1992 માં આ સંસ્થાનો ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થયો ત્યાર બાદ ક્રમશ: પહેલા અને બીજા માળનું બાંધકામ પૂર્ણ કરવામાંઆવ્યું. જેમાં કુલ 35 રૂમો બનાવેલ છે.
જયારે હું દરરોજ શાળાના વર્ગોમાં ચાલું છું, ત્યારે હું સાંભળું છું ઊંડા અને હોશિયાર મગજોના રણકાર, હોશિયાર અને વિજયી રમતવીરોની અઘિરાઈ, નૃત્યકારોના પગલાઓના અવાજો અને સુંદર- સંગીતમય અવાજો, ચિરસ્થાયી શકિત, હલનચલન અને ઉત્ત્સાહો દેખાય છે. અમારી આ શાળા અલગ જ છે. જયોતથી જયોત સળગાવોના સિદ્ઘાંત મુજબ જ અમારુ લક્ષ્ય બાળકોમાં જ્ઞાનની રોપણી કરવી માત્ર નહીં પરંતુ જ્ઞાનને તેમના વ્યકિતત્ત્વ ઘડતર, ડહાપણ અને અનુંકંપામાં વહેંચવું.
વધુ વાંચો »